આ બ્લોગમાં દેશના અને સમાજના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પરના મારા વિચારો રજૂ કર્યા છે. મને આશા છે કે મારો આ પ્રયાસ આ બ્લોગના વાચકોને જરૂરથી ગમશે.
Thursday, May 27, 2010
નક્સલવાદ હાલમાં દેશની સળગતી સમસ્યા છે. જે દેશની લોકશાહી અને અખંડિતતા માટે ખતરારૂપ છે. દેશના પાંચ રાજ્યોમાં નક્સલવાદીઓનો સંપૂર્ણ કે અંશત: કબ્જો છે. તેઓ ફક્ત હિંસાની ભાષામાં જ વાત કરવાનું જાણે છે. નિર્દોષ લોકો અને સુરક્ષાકર્મીઓની હત્યા કરી તેઓ ભય ફેલાવવા માંગે છે. તેમને સમગ્ર દેશમાં પોતાનું લાલ સામ્રાજ્ય ઉભું કરવું છે. પછાત વર્ગના ઉધ્ધાર માટે શરૂ થયેલી આ ચળવળ હવે કરોડો રૂપિયાનો ધંધો બની ગયો છે. વેપારીઓ પાસેથી પ્રોટેક્શન મનીના નામે લાખો રૂપિયા પડાવે છે. નક્સલવાદને ફેલાતો અટકાવવો એ સરકાર માટે first priorityનું કામ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment