ભારતના મહાનતમ રાષ્ટ્રપતિઓમાંના એક શ્રી એપીજે અબ્દુલ કલામ હતા. પરંતુ તેઓ રાજકીય પક્ષોની ગંદી રાજનીતિનો ભોગ બન્યા. અને આપણે એક સારા રાષ્ટ્રપતિ ગુમાવ્યા. ભારતની લોકશાહી વ્યવસ્થાની આ જ વિટંબણા છે. પહેલી ગેરવ્યવસ્થા એ છે કે દેશના નાગરિકોને પોતે દેશની સર્વોચ્ચ સત્તા એવા રાષ્ટ્રપતિ ચૂંટવાની સત્તા નથી. આ સત્તા સંસદસભ્યોના હાથમાં રહેલી છે. સંસદસભ્યો પ્રજાના પ્રતિનિધિ છે. પરંતુ તેઓ પણ પોતાની પાર્ટીને અનુકૂળ હોય તેવા વ્યક્તિની નિમણૂક કરે છે. તેથી તેઓ જે યોગ્ય કે અયોગ્ય વ્યક્તિ પસંદ કરે તે દેશે ચલાવી લેવા પડે છે. કેટલીક વાર તો રબરસ્ટેમ્પ રાષ્ટ્રપતિ જ મળે છે. એ જ રીતે દેશના વડાપ્રધાનની નિમણૂક કરવાની સત્તા અને તેમનો કાર્યકાળ પણ સંસદસભ્યોના હાથમાં છે. તેઓ ગમે ત્યારે ટેકો પાછો ખેંચી સરકાર પાડી દે છે. સરકાર ટકાવવાના બદલામાં પુષ્કળ નાણાં મેળવી લે છે અથવા પોતાની સામેના કેસોનું સમાધાન કરાવી લે છે. નાછૂટકે સરકાર બચાવવા વડાપ્રધાને એક રીતે તેમના ગુલામ થઈને રહેવું પડે છે. બીજી એક ખામી એ છે કે કાયદા ઘડવાનું કામ સંસદસભ્યોનું છે. પરંતુ આ કારણે તેમને નુકસાનકારક અને દેશ માટે ફાયદાકારક એવા કાયદા-સુધારા-ખરડા સંસદમાં પસાર થતા હંમેશા અટકાવે છે. આની સામે ભથ્થાં-વધારા જેવા સુધારાઓ સર્વસંમતિથી પાર થઈ જાય છે. કોઈ વાર સત્તાધારી પક્ષના સંસદસભ્યો બહુઅમતીના જોરે તેમને અનુકૂળ કાયદા કે ખરડા પસાર કરાવી દે છે. સંસદસ્ભ્યોના નિર્ણયને એક જ વાર રાષ્ટ્રપતિ બદલી શકે છે. જો એ જ કાયદો ફરીથી સંસદમાં પસાર કરી રાષ્ટ્રપતિને મોકલાય તો આ સંજોગોમાં કંઈ થઈ શકતું નથી. અફઝલ ગુરુની ફાંસીની સજાની માફીના કેસમાં આમ જ બન્યું હતું. આ બેય મુદ્દા વિરુધ્ધ દલીલ થઈ શકે કે લોકોએ પોતાનો વોટ આપતી વખતે સંસદસભ્ય તરીકે કોને પસંદ કરવા તે અંગે સભાનપણે નિર્ણય લે. પણ પ્રજા કંઈ બધા જ ઉમેદવારોને વ્યક્તિગત રીતે જાણી શકતી નથી. ત્રીજી સમસ્યા એ છે કે આપણી લોકસભા છેલ્લા કેટલાક વર્ષોથી ત્રિશંકુ જોવા મળે છે. આની પાછળનું કારણ એ છે કે આપણા ત્યાં ઘણી બધી પાર્ટીઓ છે. વાસ્તવમાં તંદુરસ્ત લોકશાહીમાં બે પાર્ટીઓ જ આદર્શ છે, આ બધી ગેરવ્યવસ્થાઓ દૂર કરવા માટે બંધારણમાં સુધારા જરુરી છે. અને આવા સુધારા કરવા એ પણ આવા જ સંસદસ્ભ્યોના હાથમાં છે.
આ બ્લોગમાં દેશના અને સમાજના લોકોને સ્પર્શતા મુદ્દાઓ પરના મારા વિચારો રજૂ કર્યા છે. મને આશા છે કે મારો આ પ્રયાસ આ બ્લોગના વાચકોને જરૂરથી ગમશે.
Sunday, March 22, 2009
આપણી લોકશાહીની ગેરવ્યવસ્થાઓ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment